
‘પરિણીતા’ ફિલ્મ રી રીલીઝ પ્રીમિયર પર, વિદ્યા બાલન ખુબ ખીલી
૨૦૦૫ માં રિલીઝ થયેલી ‘પરિણીતા’ પ્રદીપ સરકાર અને વિદ્યા બાલનની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે. બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ ‘પરિણીતા’ ૨૦ વર્ષ પછી ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનો પ્રીમિયર તાજેતરમાં યોજાયો હતો જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. ૨૦૦૫માં રિલીઝ થયેલી ‘પરિણીતા’ ફિલ્મનોરી રીલીઝ પ્રીમિયર યોજાયો હતો, જેમાં વિદ્યા બાલન અને પીઢ અભિનેત્રી રેખાએ પણ ભાગ લીધો હતો.આ તકે વિદ્યા બાલન ધુનુચી ડાન્સ કરતી જાેવા મળી રહી છે. દુર્ગા પૂજા દરમિયાન આરતી પછી આ ડાન્સ કરવામાં આવે છે. આ વીડિયોમાં વિદ્યા મોંમાં માટીના વાસણ સાથે ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહી છે.તેમની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જાેઈ શકાય છે. આ ઇવેન્ટમાં વિદ્યા સાથે પ્રખ્યાત દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા પણ જાેવા મળ્યા હતા. રેડ કાર્પેટ પર વિદ્યા બાલન સાથે દિયા મિર્ઝા પણ સુંદર પોઝ આપતી જાેવા મળી હતી.બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખાએ પણ ફિલ્મ ‘પરિણીતા’ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. સફેદ સાડીમાં રેખાની સુંદરતા દૂરથી લોકોની નજર ખેંચી રહી હતી.
વિદ્યા બાલને રેખાનું સ્વાગત કરતી વખતે તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. ૨૦૦૫ માં રિલીઝ થયેલી ‘પરિણીતા’ પ્રદીપ સરકાર અને વિદ્યા બાલનની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રદીપે વિદ્યાને તક આપી અને તેણીએ તેની પ્રતિભાને પડદા પર લાવી. વિદ્યા બાલને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘લાગા ચુનરી મેં દાગ’ ફિલ્મ નકારી કાઢ્યા પછી, પ્રદીપ સરકાર તેના પર ખૂબ ગુસ્સે હતા અને તે એટલા ગુસ્સે હતા કે તેમણે ફરી ક્યારેય તેની સાથે વાત કરી નહીં.
