
ફૈઝલ ખાને આમિર ખાન પર લગાવ્યો છે એકસ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ
જેસિકા બ્રિટિશ પત્રકાર છે. કહેવાય છે કે તે ૧૯૯૮માં અમિતાભ બચ્ચન પર પુસ્તક લખવા માટે ભારત આવી હતીહિન્દી ફિલ્મ ‘મેલા’ ફેમ એક્ટર ફૈઝલ ખાને ભાઈ આમિર ખાન અને પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તાજેતરમાં તેણે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેણે પરિવાર અને આમિર માટે લખેલા એક પત્રનો ઉલ્લેખ કર્યાે હતો. તેણે જણાવ્યું કે પરિવારના સભ્યો તેના પર તેની માસી સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા. આ વાતથી નારાજ થઈને તેણે પોતાના પત્રમાં આમિરના એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ઉલ્લેખ કર્યાે હતો. તેમણે પોતે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો દાવો કર્યાે હતો. તેના તમામ દાવાઓએ બી-ટાઉનમાં ખળભળાટ મચાવી દીધો હતો.ફૈઝલ ખાને તેના પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યાે હતો કે આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા ત્યારે તે જેસિકા હાઇન્સને ડેટ કરી રહ્યો હતો. બંને રિલેશનશિપમાં હતા. એટલું જ નહીં, તેમણે એવો દાવો પણ કર્યાે હતો કે બંનેને એક બાળક છે. આવી સ્થિતિમાં ચાલો જણાવીએ કે આ જેસિકા કોણ છે.ફૈઝલ ખાને આમિર પર ગંભીર આરોપ લગાવ્યા બાદ જેસિકા હિન્સનું નામ ચર્ચામાં આવ્યું હતું. દરેક જણ તેના વિશે જાણવા માટે આતુર છે તે તે કોણ છે, જેના વિશે આમિરના ભાઈએ આટલો મોટો દાવો કર્યાે હતો. તે બીજું કોઈ નહીં પણ વિદેશી લેખિકા છે. તેઓ બ્રિટિશ અભિનેત્રી, લેખક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેણે પોતાની કારકિર્દીમાં ‘ધ રોયલ ફેમિલી’, ‘ટ્વેન્ટી ટ્વેલ્વ’ અને ‘ધેર સી ગોઝ’ જેવા ઘણા થ્રિલર શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.
એટલું જ નહીં તેમણે અનેક પુસ્તકો અને નવલકથાઓ પણ લખી છે.જેસિકા બ્રિટિશ પત્રકાર પણ છે. કહેવાય છે કે તે ૧૯૯૮માં અમિતાભ બચ્ચન પર પુસ્તક લખવા માટે ભારત આવી હતી. આ દરમિયાન જ તેની મુલાકાત આમિર ખાન સાથે થઈ હતી. તે સમયે આમિર ફિલ્મ ‘ગુલામ’નું શૂટિંગ કરી રહ્યો હતો. વર્ષ ૨૦૦૭માં જેસિકાનું પ્રખ્યાત પુસ્તક ‘લુકિંગ ફોર ધ બિગ બી’ લોન્ચ થયું હતું. આ પુસ્તકને કારણે તે ભારતમાં જ રહી અને આ દરમિયાન આમિરની સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ તેનું સારું બોન્ડિંગ હતું. જાે કે ૨૦૦૭માં તેણે લંડનના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ તે ભારતીય સ્ટાર્સથી દૂર થઇ ગઇ હતી.જેસિકાને એક પુત્ર પણ છે, જેનું નામ જાેન છે. ફૈઝલ ખાનના દાવા મુજબ જાેન જેસિકા અને આમિર ખાનનો દીકરો છે. મેલા’ ફેમ અભિનેતાએ દાવો કર્યાે હતો કે જ્યારે રિના દત્તા સાથે તલાક થયા ત્યારે આમિરના પુરી રીતે જેસિકા સાથે સંબંધમાં હતો. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે માત્ર જેસિકા જ નહીં પરંતુ તે સમય દરમિયાન કિરણ રાવ સાથે પણ રિલેશનશિપમાં હતો. તેણે મિસ્ટર પરફેક્શનિસ્ટ સામે ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તમામ આરોપો પર આમિર તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.
