
‘ભારત માતા કી જય’ બોલવા પર ટ્રોલ થયેલી જ્હાન્વી કપૂરની પ્રતિક્રિયા
જાહ્નવી કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘PARAMSUNDARI’ માટે ખૂબ જ વ્યસ્તછે. બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં તેના આગામી પ્રોજેક્ટ ‘PARAMSUNDARI’ માટે ખૂબ ચર્ચામાં છે. જાહ્નવીની આ ફિલ્મના ગીતોએ લોકોમાં રિલિઝ પહેલા જ દિલ જીતી લીધા છે. ત્યારે જાહ્નવી જન્માષ્ટમી નિમિત્તે મુંબઈના ઘાટકોપર ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં જાહ્નવી કપૂર દહીં હાંડી તોડતી અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા દેખાઈ હતી.જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, ત્યારે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. લોકોના ટ્રોલ સામે જાહ્નવી કપૂરે ખુલ્લો જવાબ આપ્યો. તેણે આખા કાર્યક્રમનો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાે, જેથી દરેક જણ સાચું જાેઈ શકે. વીડિયોમાં પહેલા ભાજપના સાંસદ ‘ભારત માતા કી જય’ બોલતા નજરે પડે છે અને ત્યારબાદ જાહ્નવી કપૂર એ બોલે છે.વીડિયો શેર કરતા જાહ્નવી કપૂરે લખ્યું, “જાે તે બોલ્યા પછી હું ન બોલતી, તો પણ સમસ્યા બનતી અને જાે હું બોલી, તો પણ વીડિયો કાપીને મીમ બનાવવામાં આવે છે. By the way, ફક્ત જન્માષ્ટમી પર જ નહીં, હું દરરોજ ‘ભારત માતા કી જય’ કહીશ.” આ નિવેદનથી જાહ્નવી કપૂરે ટ્રોલિંગ પર સ્પષ્ટતા કરી અને પોતાના દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી છે.
જાહ્નવી કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘PARAMSUNDARI’ માટે ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મનું ર્નિદેશન તુષાર જલોટા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ ટૂંક સમયમાં, એટલે કે ૨૯ ઓગસ્ટ, સિનેમાઘરોમાં રિલીઝ થવાના છે. ફિલ્મના પ્લોટ અને બંને મુખ્ય અભિનેતાઓની કેમિસ્ટ્રીને લઈને ફેન્સમાં ખાસ ઉત્સાહ છે.
