
અમેરિકાએ લગ્ન આધારિત ગ્રીનકાર્ડના નિયમો આકરા બનાવ્યા
લગ્ન સાચા છે કે નહીં તેના વ્યાપક પુરાવા આપવા પડશે
યુએસ એટર્નીની ઓફિસે તાજેતરમાં જણાવ્યું હતું કે મે ૨૦૨૫માં ભારતીય નાગરિક આકાશ પ્રકાશ મકવાણાએ લગ્ન છેતરપિંડીનો ગુનો કબૂલ્યો હતો
વોશિંગ્ટન , અમેરિકાએ ફેમિલી અને ખાસ કરીને લગ્નને આધારે આપવામાં આવતા ગ્રીનકાર્ડના નિયમોને વધુ આકરા બનાવ્યા છે. નવા નિયમો મુજબ વાસ્તવિક લગ્નોના વધુ વ્યાપક પુરાવા ફરજિયાત બનાવાયા છે, જેમાં ફોટોગ્રાફ્સ, નાણાકીય દસ્તાવેજાે અને પરિચિતો પાસેથી સોગંદનામાનો સમાવેશ થાય છે. સંબંધની પ્રામાણિકતા ચકાસવા માટે દંપતિનો આકરા ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે. આ ર્નિણયથી ભારતીયોને મુશ્કેલી પડી શકે છે.યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એ પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા અરજીઓમાં ખાસ કરીને મેરિજ ળોડને ટાર્ગેટ કરીને તેની પોલિસી મેન્યુએનલમાં નવા નિયમોનો ઉમેરો કર્યાે છે. પોલિસી મેન્યુએલમાં ‘પરિવાર-આધારિત ઇમિગ્રન્ટ્સ’ નામનું મહત્ત્વનું અપડેટ પહેલી ઓગસ્ટે જારી કરાયું હતું. તેનાથી સાચા સંબંધો હશે અને ખાસ કરીને વાસ્તવિક લગ્ન કરવામાં આવ્યા હશે તો જ કાયમી ધોરણે રહેવાનો હક અથવા ગ્રીન કાર્ડ મળશે. જાે બનાવટી લગ્નો હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. આ પગલાનો હેતુ ળોડ અરજીઓને રોકવાનો અને ઇમિગ્રેશન પ્રક્રિયાની વિશ્વસનીયતાને મજબૂત બનાવવાનો છે. ેંજીઝ્રૈંજીએ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન હેતુઓ માટે દર્શાવવામાં આવેલા પારિવારિક સંબંધો સાચા છે કે ખોટો તેનું સંપૂર્ણ વેરિફિકેશન કરાશે. ેંજીઝ્રૈંજી એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સામેના જાેખમોથી અમેરિકનને બચાવવા માટે તે મજબૂત સ્ક્રીનિંગ અને ચકાસણી કરશે. તે સંભવિત હાનિકારક ઇરાદા ધરાવતા વિદેશીઓને શોધી કાઢશે અને અમેરિકામાંથી તેમની હકાલપટ્ટી કરશે. બનાવટી લગ્નને આધારે અમેરિકા આવ્યા હોય તેવા કેટલાંક ભારતીયોના કેસો નોંધાયા છે. યુએસ એટર્નીની ઓફિસે તાજેતરમાં જણાવ્યું હતું કે મે ૨૦૨૫માં ભારતીય નાગરિક આકાશ પ્રકાશ મકવાણાએ લગ્ન છેતરપિંડીનો ગુનો કબૂલ્યો હતો. તેને યુએસ નાગરિક સાથે નકલી લગ્ન ગોઠવ્યા હતાં. યુએસસીઆઈએસ કોઈ પણ અમેરિકન નાગરિક દ્વારા અલગ અલગ જીવનસાથી માટે બહુવિધ અરજીઓ અથવા એક જ લાભાર્થી માટે અગાઉની અરજીઓની તપાસ કરશે. વધુમાં અગાઉના અહેવાલ મુજબ, યુએસ નાગરિક અથવા ગ્રીન કાર્ડ ધારક સાથે લગ્ન કરવાથી હવેથી ગ્રીન કાર્ડ મળી જશે તેની કોઇ ગેરંટી નથી. ઇમિગ્રેશન ઇન્ટરવ્યુ હવે વધુ કડક બનાવાયું છે. અધિકારીઓ વાસ્તવિક સંબંધના વધુ પુરાવાની માંગણી કરશે.
