
અમદાવાદના અંધજનમંડળ સ્થિત પ્રાથમિક અને માધ્યમિક શાળા માટે નવનિર્મિત કોમ્પ્યુટર
લેબનું ઉદ્ઘાટન શહેર DEO શ્રી રોહિત ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને જીવન ઘડતર માટે જરૂરી એવી કોમ્પ્યુટર લેબ
શિક્ષણાધિકારીની કચેરીના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ કોમ્યુટર લેબ દિવ્યાંગ
બાળકોની ક્ષમતા વિકસાવવામાં મદદરૂપ થશે અને શાળા શિક્ષણ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષામાં
પણ મદદરૂપ થઈ શકશે.
શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સહયોગ બદલ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીમતી
નંદિનીબેન રાવલ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડો.મનુભાઈ ચૌધરી, સંસ્થાના ટ્રસ્ટીઓ સહિતના લોકો
ઉપસ્થિત રહ્યા હતા.
