
શુભમન ગિલ અથવા ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પટેલ એશિયા કપમાં ભારતની કેપ્ટનશીપ સંભાળી શકે છે
ક્રિકેટ એશિયા કપ ૨૦૨૫નું આયોજન ૯ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ેંછઈ માં યોજાનાર છે. ભારતનો પહેલી મેચ ૧૦ સપ્ટેમ્બરે ેંછઈ સામે છે. એ પછી ૧૪ તારીખે ભારત – પાકિસ્તાન મેચ યોજાશે. ભારત ૧૯ તારીખે ઓમાન સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમશે. ્૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવની થોડા સમય પહેલા સર્જરી થઈ હતી, તે પોતાની ફિટનેસ મેળવવા સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ જાે તે ટુર્નામેન્ટ સુધી સંપૂર્ણપણે ફિટ નહીં થાય, તો ભારતીય ટીમની જવાબદારી કોણ સંભાળશે, આ રેસમાં બે ગુજરાતી ખેલાડીઓના નામ પણ ચર્ચામાં છે. સૂર્યકુમાર યાદવની જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી થઈ હતી. એ પછીથી તે ફિટનેસ મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. હાલમાં તે બેંગલુરુમાં રિહેબ કરી રહ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સૂર્યા એશિયા કપ પહેલા ફિટનેસ પાછી મેળવી લેશે. પરંતુ આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સમાચાર નથી. જાે તે એશિયા કપ સુધી ફિટ ન થાય, તો આ ૩ ખેલાડીઓ તેમની કેપ્ટનશીપ માટે મજબૂત દાવેદાર છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર પહેલીવાર ટેસ્ટ ટીમની કમાન સંભાળીને શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બધાએ તેની પ્રશંસા પણ કરી હતી.
તેણે ઘણા રેકોર્ડ પણ મેળવ્યા છે, જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, તેનો એશિયા કપ ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. જ્યારે સૂર્યા કેપ્ટન બન્યો, ત્યારે ગિલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો. તેથી જાે સૂર્યા નહીં રમે, તો શુભમન ગિલ એશિયા કપમાં ભારતની કેપ્ટનશીપ સંભાળી શકે છે. ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિકે ભારત માટે બેટ અને બોલ બંનેથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમની પહેલી સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું અને બીજામાં ફાઇનલ સુધી પહોંચાડ્યું. હાલમાં તે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન છે, તે આ સિઝનમાં આ ટીમને ક્વોલિફાયર ૨ માં લઈ ગયો. ઓલરાઉન્ડર અક્ષર પણ આ રેસમાં સામેલ ગણવામાં આવે છે, તેને ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ T૨૦ શ્રેણીમાં ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે ૈંઁન્માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું છે. આ સાથે અક્ષર બેટ અને બોલથી તો શાનદાર પ્રદર્શન કરે છે, આ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ ઘણો પ્રભાવિત કરે છે. તેણે હજુ સુધી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી નથી.
