
કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપ્યું
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલાવ્યું છે
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપના નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક જ રાજીનામું આપી દિધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલાવ્યું છે. કરશનબાપુ ભાદરકાએ ઈસુદાન ગઢવીને આપેલા રાજીનામામાં લખ્યું છે કે, મારી તબિયતને લઈને ડૉક્ટની સલાહ પ્રમાણે મારે આરામની જરુર છે, માટે હું કરશનબાપુ ભાદરકા પાર્ટીના મારા બધાં હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ. આપનો આભાર.
કરશનબાપુ ભાદરકાએ માણવદર બેઠક પરથી ચૂંટણી લડી હતી. કરશનબાપુ ભાદરકાને ૨૨૮૫૯ મત મળ્યા હતા. કરશનબાપુ ભાદરકા આમ આદમી પાર્ટીમાં ખૂબ જ સક્રિય હતા. તેમણે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત માટે
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી માણાવદર ૮૫મા નંબરની બેઠક છે. આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ બેઠકમાં માણાવદર તાલુકો, મેંદરડા તાલુકો અને વંથલી તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠક પર એક સમયે કોંગ્રેસનો દબદબો રહેતો. ૧૯૯૫માં રતિલાલ સુરેજાએ કોંગ્રેસના પેથલજી ચાવડાને હરાવીને કોંગ્રેસના વિજયરથને અટકાવ્યો હતો. ૨૦૦૭માં પેથલજીના પુત્ર જવાહર ચાવડાએ રતિલાલ સુરેજાને હરાવીને ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. ૨૦૦૭થી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી સુધી તેઓ આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા. બાદમાં ભાજપમાં જાેડાઈ ગયા હતા અને ૨૦૧૯માં પેટાચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ફરી જીત્યા હતા.
