
સાયબર ક્રાઈમના હાથ લાગ્યો ન્યૂડ કોલનો આરોપી
આરોપીના ઝડપાવાથી આંગણવાડી બહેનો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે
ભરૂચ જિલ્લામાં આંગણવાડીની બહેનોને સતત હેરાન કરનાર એક આરોપીને આખરે સાયબર ક્રાઈમે પકડી પડ્યો છે. આ આરોપી પંજાબથી કાર્યરત હતો અને અવારનવાર આંગણવાડીનો બહેનોને ન્યૂડ કોલ કરીને હેરાન કરતો હતો. ભરૂચ, નેત્રંગ અને ઝઘડિયાની આશરે ૫૦ જેટલી આંગણવાડી બહેનોએ આ પ્રકારના કોલથી હેરાનગતિ ભોગવી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઈમની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આ આરોપીને ઝડપી પાડવા માટે વિશષ ઓપરેશન હાથ ધાર્યું હતું. આરોપીના ઝડપાવાથી આંગણવાડી બહેનો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય સોર્સીસનો ઉપયોગ કરીને આરોપીની ઓળખ કરી હતી. આ ઓળખ બાદ પોલીસને જાણ થઇ કે આરોપી પંજાબનો ગુરજીતસિંઘ છે. પોલીસની ટીમ તાત્કાલિક પંજાબ રવાના થઇ અને ત્યાંથી આરોપીને દબોચી લીધો. ગુરજીતસિંઘને પકડી પડ્યા બાદ તેની પાસેથી મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ કપ્ત કરવામાં આવ્યા છે. આ આરોપીની ધરપકડથી સાયબર ક્રાઈમની કામગીરીની સરાહના થઇ રહી છે. આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અંગે પોલીસની સક્રિયતા અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. સાયબર ક્રાઈમે આંગણવાડીની બહેનોને હેરાન કરનાર આરોપીએ ઝડપી પાડીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે કે આવા ગુના કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આ ઘરપકડથી ભવિષ્યમાં પણ આવા ગુનાઓ કરતા પહેલા લોકો સો વખત વિચારશે. પોલીસ હવે આરોપી ગુરજીતસિંઘ સામે કાયદેસરની કાયવાહી હાથ ધરી છે અને તેની પૂછપરછ કરીને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ એ પણ સાબિત કર્યું છે કે, ડિજિટલ યુગમાં ગુનાઓનું સ્વરૂપ બદલાયું છે પરંતુ પોલીસ પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોને પકડી પાડવા સક્ષમ છે.
