
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.169500.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14654.01 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.154844.1 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22405 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.914.07 કરોડનું થયું હતું.
દરમિયાન, એક્સચેન્જે એક પરિપત્ર મારફત જણાવ્યું છે કે એમસીએક્સ પર રૂ (કોટન)ના વાયદા, નવેમ્બર અને ત્યારબાદની પાકતી તારીખ ધરાવતા કોન્ટ્રેક્ટ્સમાં 1લી જુલાઇને મંગળવારથી કોન્ટ્રેક્ટના ધારાધોરણોમાં ફેરફાર સાથે ઉપલબ્ધ બનશે. કોટનનાં કોન્ટ્રેક્ટના ધારાધોરણોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે જોઇએ તો, તેનો સિમ્બોલ (સંજ્ઞા) કોટન-ખાંડી (કેન્ડી)ના બદલે કોટન રહેશે. ટ્રેડિંગ યુનિટ 12 ખાંડીમાંથી 25 ગાંસડીનું કરવામાં આવ્યું છે. ડિલિવરીનું યુનિટ 12 ખાંડી (170 કિલોની 25 ગાંસડી)નું બદલાવીને 7 ટકાની વધઘટ સાથે 170 કિલોની 100 ગાંસડી એટલે કે 170 ક્વિન્ટલનું કરાયું છે. ક્વોટેશન/બેઝ વેલ્યુ 170 કિલોની ગાંસડીદીઠ રૂપિયામાં રખાયું છે. કોટનના આ કોન્ટ્રેક્ટ્સમાં મહત્તમ ઓર્ડરનું પ્રમાણ 576 ખાંડીમાંથી 1200 ગાંસડીનું કરવામાં આવ્યું છે. સ્ટેપલ 2.5 ટકા સ્પાન લેન્થઃ 29 મિ.મી. (-1 મિ.મી.) પ્રોરેટા ધોરણે 1.5 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રખાઇ છે, જ્યારે 28 મિ.મી.થી નીચું પ્રમાણ રદ ગણાશે અને 29 મિ.મી.થી ઊંચા પ્રમાણ પર કોઇ વધારાનું પ્રીમિયમ રહેશે નહીં. મહત્તમ છૂટપાત્ર ઓપન પોઝિશન વ્યક્તિગત ગ્રાહકો માટે 3,40,000 ગાંસડીનું અને તમામ ગ્રાહકો વતી સભ્ય માટે એકત્રિત 34,00,000 ગાંસડી અથવા બજારવાર પોઝિશનના 15 ટકા, એ બંનેમાંથી જે વધુ હોય તે રહેશે. નજીકના મહિનાની ડિલિવરીના સંબંધમાં વ્યક્તિગત ગ્રાહકો માટે 85,000 ગાંસડી અને નજીકના મહિના માટે તમામ ગ્રાહકો વતી સભ્યસ્તરે પોઝિશનની એકત્રિત મર્યાદા 8,50,000 ગાંસડી અથવા બજારવાર પોઝિશનના 15 ટકા એ બંનેમાંથી જે વધુ હોય તે રાખવામાં આવી છે.
સોમવારે સાંજે 4-15 વાગ્યા સુધીમાં એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11911.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.95492ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96095 અને નીચામાં રૂ.95380ના સ્તરને સ્પર્શી, રૂ.95470ના આગલા બંધ સામે રૂ.470 વધી રૂ.95940 થયો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.343 વધી રૂ.77999ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.9730ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.492 વધી રૂ.95400ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.96339ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96339 અને નીચામાં રૂ.95500ના મથાળે અથડાઈ, રૂ.96063ના આગલા બંધ સામે રૂ.118 વધી રૂ.96181ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.105079ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.105790 અને નીચામાં રૂ.105006ના મથાળે અથડાઈ, રૂ.105228ના આગલા બંધ સામે રૂ.242 વધી રૂ.105470ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.52 ઘટી રૂ.105200ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.148 વધી રૂ.105131 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1750.69 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.5589ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5644 અને નીચામાં રૂ.5572ના સ્તરને સ્પર્શી, રૂ.5601ના આગલા બંધ સામે રૂ.14 વધી રૂ.5615ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.12 વધી રૂ.5616 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.11 ઘટી રૂ.307.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.10.7 ઘટી રૂ.307.9ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.908.6ના ભાવે ખૂલી, રૂ.1.9 ઘટી રૂ.911.3 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.980 વધી રૂ.54020 થયો હતો.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15734 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 60535 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 16366 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 220909 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 22831 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18597 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35975 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 140368 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19962 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20851 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22300 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22405 પોઇન્ટના સ્તર અને નીચામાં 22300 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 119 પોઇન્ટ વધી 22405 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.2.1 વધી રૂ.188.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.6.65 ઘટી રૂ.17.85ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.67 વધી રૂ.222 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.113 વધી રૂ.3133.5 થયો હતો. તાંબું જુલાઈ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 51 પૈસા વધી રૂ.11.82 થયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 5 પૈસા વધી રૂ.4.99 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.8.3 ઘટી રૂ.176ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.45 વધી રૂ.20.15ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.129 ઘટી રૂ.36ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.81 ઘટી રૂ.591.5ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.8.2ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 92 પૈસા ઘટી રૂ.4.37ના ભાવે બોલાયો હતો.
