
રાહુલે ચૂંટણી પંચને આડે હાથ લેવાનું નક્કી કર્યું છે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મત ચોરીની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
ચૂંટણી પંચે નકલી મતદાતા મુદ્દે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ઠપકો આપ્યો અને કહ્યું કે તેમણે નિયમો મુજબ સ્પષ્ટ ઘોષણાપત્ર અને સોગંદનામું રજૂ કરવું જાેઈએ અથવા તેમના ખોટા અને ભ્રામક આરોપો માટે દેશ સમક્ષ જાહેરમાં માફી માંગવી જાેઈએ. તે જ સમયે, લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ હવે તેની વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. એવું લાગે છે કે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને આડે હાથ લેવાનું નક્કી કર્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવાર (૧૦ ઓગસ્ટ, ૨૦૨૫) ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે મત ચોરી એ એક વ્યક્તિ, એક મત ના મૂળભૂત લોકશાહી સિદ્ધાંત પર હુમલો છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે સ્વચ્છ મતદાર યાદી જરૂરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ પાસેથી અમારી માંગ સ્પષ્ટ છે, પારદર્શિતા બતાવો અને ડિજિટલ મતદાર યાદી જાહેર કરો, જેથી જનતા અને રાજકીય પક્ષો તેનું ઓડિટ પોતે કરી શકે. તેમણે વધુમાં કહ્યું કે તમે પણ અમારી સાથે જાેડાઈ શકો છો અને આ માંગણીને સમર્થન આપી શકો છો – http//vOechori.in/ecdemand ની મુલાકાત લો અથવા ૯૬૫૦૦૦૩૪૨૦ પર મિસ્ડ કોલ આપો. આ લડાઈ લોકશાહીના રક્ષણ માટે છે.
રાહુલ ગાંધીએ તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. ચૂંટણી પંચે આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આદિત્ય શ્રીવાસ્તવના કેસનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ૨૦૧૮ માં આ કેસમાં કાર્યવાહી થઈ ચૂકી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના નેતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો તથ્યો પર આધારિત નથી અને કમિશનની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કમિશને સ્પષ્ટતા કરી છે કે લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ જાળવવા માટે, નેતાઓએ તથ્યો અને પુરાવાઓ સાથે નિવેદનો આપવા જાેઈએ.
