
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરાવતી રાજધાની શહેરના વિકાસ માટે 58,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ માર્ગ, સંરક્ષણ, રેલ્વે અને ઔદ્યોગિક માળખાગત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને તેમને રાષ્ટ્રને સમર્પિત કર્યા.
આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જ્યારે હું અમરાવતીની ભૂમિ પર ઉભો છું, ત્યારે મને ફક્ત એક શહેર જ નહીં પરંતુ એક સ્વપ્ન સાકાર થતું દેખાય છે. એક નવી અમરાવતી અને એક નવું આંધ્ર, અમરાવતી એ ભૂમિ છે જ્યાં પરંપરા અને પ્રગતિ એકસાથે ચાલે છે. આજે, અહીં લગભગ 60,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ફક્ત એક કોંક્રિટ બાંધકામ નથી, પરંતુ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકસિત ભારત માટેની તેની આશાઓનો મજબૂત પાયો પણ છે.
#WATCH अमरावती (आंध्र प्रदेश): प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “अमरावती ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे… आईटी, आर्टिफिशियल इंटेलिजेंस, हरित ऊर्जा, संधारणीय उद्योग, शिक्षा और स्वास्थ्य सेवा आने वाले सालों में इन सारे क्षेत्रों में अमरावती एक… pic.twitter.com/arvOaoBIiK
— ANI_HindiNews (@AHindinews) May 2, 2025
અમરાવતી સુવર્ણ આંધ્રના વિઝનને ઉર્જા આપશે: પ્રધાનમંત્રી મોદી
પીએમ મોદીએ કહ્યું, “આપણે બધા જાણીએ છીએ કે ઇન્દ્રલોકની રાજધાનીનું નામ અમરાવતી હતું પરંતુ હવે અમરાવતી આંધ્રપ્રદેશની રાજધાની છે. આ માત્ર સંયોગ નથી, તે સુવર્ણ આંધ્રના નિર્માણનો શુભ સંકેત પણ છે, સુવર્ણ આંધ્ર વિકસિત ભારતના માર્ગને મજબૂત બનાવશે. અમરાવતી સુવર્ણ આંધ્રના વિઝનને ઉર્જા આપશે.”
આંધ્રપ્રદેશના અમરાવતીના દરેક યુવાનોના સપના સાકાર થશે – પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમરાવતી એક એવું શહેર હશે જ્યાં આંધ્રપ્રદેશના દરેક યુવાનોના સપના સાકાર થશે. આગામી વર્ષોમાં આઇટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી, સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી, શિક્ષણ અને હેલ્થકેર આ બધા ક્ષેત્રોમાં અમરાવતીને અગ્રણી શહેર બનાવશે. આ બધા વિસ્તારો માટે જરૂરી માળખાગત સુવિધાઓને રેકોર્ડ ગતિએ પૂર્ણ કરવામાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સંપૂર્ણ સહાય કરી રહી છે.
