
સ્ટોક બ્રોકરેજની દુનિયામાં પોતાના ઝીરો બ્રોકરેજ મોડેલથી છાપ છોડી ચૂકેલા ઝેરોધાએ હવે મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં પણ હલચલ મચાવી દીધી છે. નીતિન અને નિખિલ કામથ દ્વારા સ્થાપિત આ પ્લેટફોર્મે 2023ના અંતમાં ઝેરોધા ફંડ હાઉસ શરૂ કર્યું હતું અને હવે તે રોકાણકારો માટે એક મોટો વિકલ્પ બની ગયું છે.
7 લાખ લોકોનો વિશ્વાસ અને 6400 કરોડની બચત
ઝીરોધાના CEO નીતિન કામથે ગુરુવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ફંડ હાઉસ લોન્ચ થયાને 18 મહિના થઈ ગયા છે અને આ સમય દરમિયાન 7 લાખથી વધુ રોકાણકારોએ ઝેરોધા ફંડમાં રોકાણ કરીને કુલ 6,400 કરોડ રૂપિયા બચાવ્યા છે. કામથ કહે છે કે તેમણે કોઈપણ પ્રકારનું ભારે માર્કેટિંગ કર્યું નથી, છતાં લોકોએ વિશ્વાસ દર્શાવ્યો છે.
It’s been 18 months since the first fund launch of @ZerodhaAMC with @smallcaseHQ. The idea was to offer simple and cost-efficient index funds and ETFs and stay direct only. Despite not being loud about the AMC, 7 lakh investors have saved ₹6,400 crores in our funds.
The hero… pic.twitter.com/8Pn5ayVYwz
— Nithin Kamath (@Nithin0dha) May 29, 2025
નીતિન કામથનું ‘હીરો ફંડ’ LIQUIDCASE ETF
કામથે તેમના “હીરો ફંડ”, LIQUIDCASE ETF ની પણ ચર્ચા કરી, જેની સંપત્તિ સંચાલન હેઠળ (AUM) હવે 4,700 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમણે જણાવ્યું કે આ ફંડ માત્ર 15 મહિનામાં આટલી મોટી ઊંચાઈએ પહોંચી ગયું છે.
એપ્રિલ 2024માં તે 843 કરોડ હતું, હવે તે 4700 કરોડ સુધી પહોંચી ગયું છે.
કામથે એ પણ શેર કર્યું કે એપ્રિલ 2024માં LIQUIDCASE ETF ની AUM માત્ર 843 કરોડ હતી. પરંતુ હવે તે વધીને 4,700 કરોડ થઈ ગઈ છે. તેમના મતે, આ ભારતીય રિટેલ ETF સેગમેન્ટમાં સૌથી સફળ લોન્ચ પૈકી એક ગણી શકાય. ઝેરોધા ફંડ હાઉસનું મુખ્ય ધ્યાન સરળ અને સસ્તું ઇન્ડેક્સ ફંડ અને ETF પ્રદાન કરવાનું છે. તેમનો ઉદ્દેશ્ય વચેટિયાઓની ભૂમિકા વિના, પારદર્શક રીતે બજારમાં ભાગ લેવાનો છે.
