
એરપોર્ટ હોસ્પિટાલિટીમાં વિસ્તરણ, અદાણી રિવોર્ડ્સનો પ્રારંભ, વનએપમાં સુધારો અને ડિજિટલ લાઉન્જે નવા બેન્ચમાર્ક્સ સ્થાપિત કર્યા
અમદાવાદ, ૦૬ –
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની ટેકનોલોજી શાખા અદાણી ડિજિટલ લેબ્સ (ADL) એ ભારતમાં અદાણી-સંચાલિત એરપોર્ટ પર મુસાફરોના અનુભવને વધુ ઉત્કૃષ્ટ કરવાના હેતુથી પરિવર્તનશીલ પહેલોની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક પગલાંઓ અદાણી એરપોર્ટ પર સુવિધા, આરામ અને જોડાણમાં વધારો કરવાની સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં ડિજિટલ ઈનોવેશનમાં અગ્રણી રહેવાની સ્થિતિ મજબૂત બનાવે છે.
અદાણી ડિજિટલ લેબ્સના ડિરેક્ટર શ્રીમતી શ્રુષ્ટિ અદાણીએ જણાવ્યું હતું કે, “નવા ADL નો ઉદ્દેશ્ય તેના સંચાલનમાં ઊર્જા, વિવિધ વિચારો અને અપ્રતિમ કુશળતાનો સમાવેશ કરવાનો છે. મુસાફરોને ખાસ ડિજિટલ-ફર્સ્ટ અનુભવ પહોંચાડવા વ્યાપક વ્યૂહરચનાનો આ પ્રથમ તબક્કો છે. અમે હાથ ધરેલા દરેક પ્રોજેક્ટમાં અમારો ઉદ્દેશ્ય મુસાફરો માટે મુસાફરી સંબંધિત ચિંતા દૂર કરવાનો છે. ઓફરિંગમાં અપ-ટુ-ધ-મિનિટ માહિતી, પુરસ્કારો અને સુવિધાજનક લાઉન્જ સેવાઓનો સમાવેશ છ્, જે એક એગ્રીગેટરથી વધીને વ્યક્તિગત ડિજિટલ અનુભવ વધારશે અને મુસાફરોને એરપોર્ટ પર મુસાફરીનો આનંદ વધારશે.”
વિકાસ અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા ADL એ અમદાવાદમાં 150 સીટ ધરાવતી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે, જ્યાંથી ટીમ એરપોર્ટ પર્યાવરણ માટે ગ્રાહક-કેન્દ્રિત ઉકેલો વિકસાવવાનું ચાલુ રાખશે. આ ઉકેલો સમય મર્યાદા, સુવિધાઓ પ્રત્યે મર્યાદિત જાગૃતિ અને લાંબી કતારો જેવા પડકારોનો સામનો કરશે. તમામ એરપોર્ટ સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવતી અદાણી વનએપ પ્રવાસીઓને અનુભવલક્ષી મુસાફરી કરાવશે.
ડિજિટલ સાથી તરીકે સેવા આપતી આ એપ્લિકેશન મુસાફરોને નીચેની સુવિધાઓ સાથે તેમના એરપોર્ટ અનુભવનાં આયોજન સાથે આનંદ માણવા સશક્ત બનાવશે:
- અદાણી રિવોર્ડ્સ – એક ક્રાંતિકારી લોયલ્ટી પહેલ જે ફક્ત એરપોર્ટ પ્રવાસીઓ માટે છે. આ ભારતીય એરપોર્ટ ઇકોસિસ્ટમમાં તેના પ્રકારનો પહેલો લોયલ્ટી પ્રોગ્રામ છે, જે અસાધારણ મૂલ્ય અને અવિસ્મરણીય અનુભવો પહોંચાડવા કેન્દ્રિત છે. આ કાર્યક્રમ એફ એન્ડ બી, રિટેલ, કાર પાર્કિંગ, ડ્યુટી-ફ્રી શોપિંગ અને મીટ એન્ડ ગ્રીટ સેવાઓને સીમલેસ બનાવતા અજોડ સુગમતા અને ઉપયોગમાં સરળતા પ્રદાન કરે છે.
- સીમલેસ લાઉન્જ અનુભવ – એક અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ હવે અદાણી એરપોર્ટ પર લાઉન્જ ઍક્સેસને સુવ્યવસ્થિત કરે છે. મુસાફરો હવે સરળતાથી લાઉન્જ પ્રી-બુક કરી શકશે, કાર્ડ પાત્રતા ચકાસી શકે છે અને મુશ્કેલી-મુક્ત પ્રવેશનો આનંદ માણી શકે છે – તે લાંબી કતાર અને વિલંબને દૂર કરે છે.
- એફ એન્ડ બી, ડ્યુટી-ફ્રી અને રિટેલ સ્ટોર્સના વ્યાપક કેટલોગમાંથી બ્રાઉઝિંગ અને શોપિંગ
- સીમલેસ પાર્કિંગ માટે ડિલિવરી એટ ગેટ, મલ્ટી-કાર્ટ ઓર્ડર્સ, ડ્યુટી-ફ્રી માટે ગ્રુપ ઓર્ડર્સ અને પાર્ક એન્ડ ફ્લાય જેવી અનુકૂળ એરપોર્ટ સેવાઓ
- લાઇવ ફ્લાઇટ સ્ટેટસ ટ્રેકિંગ અને ઇન્સ્ટન્ટ સૂચનાઓ
- હાઇ-સ્પીડ એરપોર્ટ વાઇ-ફાઇ અને આવશ્યક મુસાફરી માહિતીની સરળ ઍક્સેસ
અદાણી ડિજિટલ લેબ્સ વિશે
અદાણી ડિજિટલ લેબ્સ ડિજિટલ પરિવર્તનમાં એક અગ્રણી કંપની છે, જે નવીન ટેકનોલોજી અને ગ્રાહક-કેન્દ્રિત ઉકેલો દ્વારા મુસાફરી અને એરપોર્ટ અનુભવને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નવીનતમ પહેલ સાથે કંપની એરપોર્ટ હોસ્પિટાલિટીમાં નવા ધોરણો સ્થાપિત કરી રહી છે અને વિશ્વ-સ્તરીય સેવા અને નવીનતા પ્રત્યેના સમર્પણને પુનઃપુષ્ટ કરી રહી છે.
