
લૂંટનો પ્લાન થયો નિષ્ફળ, પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ પણ જપ્ત કરી હતી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કાર સળગાવવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી હતી. આ ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ગાંધીનગર ન્ઝ્રમ્ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ જ્વેલર્સની દુકાનમાં પિસ્તોલ બતાવીને લૂંટ કરવાના ઈરાદાથી ફરી રહ્યા હતા. ત્યારે જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસેથી આ આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ આરોપીઓ સામે અગાઉ પણ ગાંધીનગર અને અમદાવાદમાં ચેઈન સ્નેચિંગ અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ પૈકી એક રાકેશ સોલંકી ખૂનના ગુનામાં પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. જાેકે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ગૌરવ વાઘેલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ તેને ઝડપી પાડવા માટેના પ્રયાસો કરી રહી છે.
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ પણ જપ્ત કરી હતી. આ ઘટના દર્શાવે છે કે પોલીસ તંત્ર ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે. કાર સળગાવવા જેવી ઘટનાઓ બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી હતી. આ કાર્યવાહીના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.
