
કરસન સોલંકી દ્વારા,
અમદાવાદ, તા.૫
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મફ્ત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણના બંધારણીય સંક્લ્પ સાથે શાળાઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હેતુ રાજ્યમાં અનેકવિધ પ્રકલ્પો અમલમાં છે. આ શૈક્ષણિક પ્રકલ્પોનું શાળાકક્ષાએ સુચારુ રૂપે અમલીકરણ થાય તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારી શાળાઓને પ્રોત્સાહન મળે અને બાળકોનું પાયાગત શિક્ષણ સુદ્રઢ બને એવા ઉમદા આશયથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ – અમદાવાદ દ્વારા ‘શાળા વ્યવસ્થાપન સમિતિ નવસંસ્કરણ શિબિર’ અને ‘શ્રેષ્ઠ શાળા સન્માન’ તેમજ ‘શિક્ષણ સરિતા’ પ્રકલ્પ શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દીકપાલસિંહ ચુડાસમાએ કાર્યક્રમના માધ્યમથી જણાવ્યું હતું કે આપણા યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતાનાં શિક્ષણ યજ્ઞથી નામાંકનમાં સફળતા મળી તેને આગળ ધાપાવતા અદાવાદ જિલ્લાની શાળાઓમાં શિક્ષણ સરિતા પ્રકલ્પ શુભારંભ કરવામાં આવી રહ્યો છે.
તેમણે ગુજરાત સરકારનાં શિક્ષણને વેગ આપવાના પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે અમદાવાદ જિલ્લાની ગામડાની શાળાઓને મદદ કરતા ગામની વ્યવસ્થાપન સમિતિ(SMC) પ્રમુખોની અને ઉત્તમ કામ માટે શાળાઓને અભિનંદન પાઠવી ટ્રોફી એનાયત કરી હતી. આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા એ પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, અમદાવાદ જિલ્લાનાં ધારાસભ્ય ઓ બાબુભાઈ પટેલ, બાબુસિંહ જાદવ, કાળુભાઈ ડાભી, કનુભાઈ પટેલ, કિરીટસિંહ ડાભી, હાર્દિકભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહીત અમદાવાદ જિલ્લાના ટીપીઓ, શાસના અધિકારી મોટી સંખ્યમાં શિક્ષકો આચાર્યાં હાજર રહ્યા હતાં.
