Israel-Iran: ઈરાનના હુમલાનો ઈઝરાયેલે જવાબ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સવારે ઈસ્ફહાન શહેરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. કેટલીક એજન્સીઓનું કહેવું છે કે ઈઝરાયલે ઈરાન તરફ મિસાઈલ પણ છોડી છે. ઈઝરાયેલે ઈરાનના ન્યુક્લિયર સાઈટ સિટી ઈસ્ફહાનને નિશાન બનાવ્યું છે.
ઈલોન મસ્કે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ પર શું કહ્યું?
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કની પ્રતિક્રિયા સામે આવી છે. મસ્કે બંને દેશો પાસેથી શાંતિની અપીલ કરી છે. તેણે એક્સ પર પોસ્ટ પણ કરી છે. પોસ્ટમાં રોકેટનો ફોટો શેર કરવામાં આવ્યો છે. મસ્કે લખ્યું છે કે આપણે એકબીજા પર નહીં, પણ તારાઓ પર રોકેટ મોકલવા જોઈએ.
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો
તમને જણાવી દઈએ કે ગત સપ્તાહે ઈરાને મિસાઈલ અને ડ્રોન વડે ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. જો કે ઈઝરાયેલે ઈરાનની મોટાભાગની મિસાઈલોને હવામાં નષ્ટ કરવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયેલે વળતો હુમલો કરવાની ચેતવણી આપી હતી.
300 થી વધુ મિસાઇલો છોડી
ઈઝરાયેલનો દાવો છે કે ઈરાને 300થી વધુ મિસાઈલો છોડી હતી. ઈરાની હુમલામાં ઈઝરાયેલના એરફોર્સ બેઝને નજીવું નુકસાન થયું છે. આ ઉપરાંત, દક્ષિણ ઇઝરાયેલમાં એક સાત વર્ષની બાળકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી.