
બુધવારે, ICC એ નવીનતમ રેન્કિંગ જાહેર કર્યું, જેમાં T20 બેટિંગ રેન્કિંગમાં ભારતનો દબદબો ચાલુ રહ્યો. ટોચના 6 માં 3 ભારતીય બેટ્સમેનનો સમાવેશ થાય છે. તિલક વર્માએ કૂદકો માર્યો છે, હવે તે ત્રીજા સ્થાને આવી ગયો છે. બોલરોની વાત કરીએ તો, વરુણ ચક્રવર્તી ત્રીજા સ્થાને છે અને રવિ બિશ્નોઈ સાતમા સ્થાને છે.
તિલક વર્મા ત્રીજા સ્થાને પહોંચ્યા
ITC T20 બેટિંગ રેન્કિંગમાં ટ્રેવિસ હેડ નંબર વન પર છે, તેમના 856 રેટિંગ પોઈન્ટ છે. ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા બીજા સ્થાને છે, જેમના 829 પોઈન્ટ છે. અભિષેક શર્માએ આ વર્ષે ઇંગ્લેન્ડ સામે 5 T20 મેચ રમી હતી, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેની છેલ્લી T20 માં, તેણે ઇંગ્લેન્ડ સામે 54 બોલમાં 135 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
તિલક વર્માએ એક સ્થાન આગળ વધીને હવે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તિલકના 804 રેટિંગ પોઈન્ટ છે. તિલક વર્માએ આ વર્ષે 5 T20 મેચ રમી હતી, જેમાં તેણે ઇંગ્લેન્ડ સામે અડધી સદી (72) ફટકારી હતી.
ઈંગ્લેન્ડના બેટ્સમેન ફિલ સોલ્ટ અને જોસ બટલર ચોથા અને પાંચમા સ્થાને છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ 739 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ટોપ 10 ની વાત કરીએ તો, ભારતના 3 બેટ્સમેન છે, તે સિવાય ઈંગ્લેન્ડના 2 અને શ્રીલંકાના 2 ખેલાડીઓ છે.
T20 બોલિંગ રેન્કિંગ
ભારતીય ખેલાડી વરુણ ચક્રવર્તી 706 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. ન્યુઝીલેન્ડનો જેકબ ડફી 723 પોઈન્ટ સાથે બોલિંગ રેન્કિંગમાં ટોચ પર છે. આ યાદીમાં ટોપ 10 માં 3 ભારતીય છે, રવિ બિશ્નોઈ 674 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ 10મા સ્થાને છે.
હાર્દિક પંડ્યા નંબર 1 ઓલરાઉન્ડર છે
હાર્દિક પંડ્યા ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર છે, તે 252 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તે ટોપ ૧૦ માં એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેના પછી અક્ષર પટેલ ૧૨મા ક્રમે છે.
ટીમ રેન્કિંગની વાત કરીએ તો, ભારતીય ક્રિકેટ ટીમ T20 ફોર્મેટમાં નંબર ૧ પર છે. સૂર્યકુમાર અને તેની ટીમના ૨૭૧ રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે અને ઈંગ્લેન્ડ ત્રીજા નંબર પર છે.
