
હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, રેલવે ૧૩ અને ૧૪ માર્ચે વડોદરા-ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. એટલું જ નહીં, બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે. ઉત્તર પશ્ચિમ રેલ્વે દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ડબલિંગના કામને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની છ ટ્રીપ રદ રહેશે.
ડિવિઝનલ રેલ્વે પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે ટ્રેન નંબર 09149 વડોદરા-ડાકોર પૂનમ સ્પેશિયલ ટ્રેન વડોદરાથી સવારે 10.40 વાગ્યે ઉપડશે અને બપોરે 12.05 વાગ્યે ડાકોર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નં. ૦૯૧૫૦ ડાકોર – વડોદરા પૂનમ સ્પેશિયલ ટ્રેન ડાકોરથી ૧૫.૫૦ વાગ્યે ઉપડશે અને ૧૭.૦૫ વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આણંદ અને ઉમરેઠ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન નં. ૦૯૦૯૧/૦૯૦૯૨ બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ હોળી સ્પેશિયલ (૪ ટ્રિપ્સ), ટ્રેન નં. ૦૯૦૯૧ બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ૧૩ અને ૧૪ માર્ચ (ગુરુવાર અને શુક્રવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી ૪.૨૫ વાગ્યે ઉપડશે. તે બીજા દિવસે ૦૦.૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09092 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 14 અને 15 માર્ચના રોજ અમદાવાદથી સવારે 06.20 વાગ્યે ઉપડશે. આ ટ્રેન તે જ દિવસે 1500 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ રેલ્વેના બિકાનેર વિભાગના મોલીસર અને ચુરુ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે, ભાવનગર વિભાગના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન મે મહિનામાં રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૭૧ ભાવનગર – હરિદ્વાર એક્સપ્રેસ ૦૮, ૧૨, ૧૫, ૧૯, ૨૨ અને ૨૬ મે ના રોજ રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર ૧૯૨૭૨ હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ૧૦, ૧૪, ૧૭, ૨૧, ૨૪ અને ૨૮ મે ના રોજ રદ રહેશે.
