
અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રેડ 2’ 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા જ તેના નિર્માતા ભૂષણ કુમારે ‘રેડ 3’ની જાહેરાત કરી દીધી છે. ભૂષણ કુમારે કહ્યું કે જ્યારે તેમની ટીમ પહેલા ભાગ (રેડ) પર કામ કરી રહી હતી, ત્યારે ફિલ્મના સહ-નિર્માતા કુમાર મંગતે તેની સિક્વલની યોજના બનાવી હતી અને જ્યારે અમે ‘રેડ 2’ બનાવી રહ્યા હતા, ત્યારે તેમને ‘રેડ 3’ ની વાર્તાનો વિચાર આવ્યો.
‘અમને તેની સ્ક્રિપ્ટ અને પાત્રમાં વિશ્વાસ હતો’
કુમાર મંગતે ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, “રેડ 3 આવશે, તે ચોક્કસ આવશે.” ભૂષણ કુમારે કહ્યું, “જ્યારે અમે રેડ બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અમને ખબર હતી કે આ ફિલ્મ હિટ થશે કારણ કે અમને તેની સ્ક્રિપ્ટ અને પાત્રોમાં વિશ્વાસ હતો.”
ફિલ્મની સ્ટાર કાસ્ટ
રાજ કુમાર ગુપ્તા દ્વારા દિગ્દર્શિત ‘રેડ 2’ ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે વાણી કપૂર અજય દેવગનની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત, આ ફિલ્મમાં રજત કપૂર, સુપ્રિયા પાઠક અને અમિત સિયાલ જેવા કલાકારો પણ છે.
ફિલ્મનું એડવાન્સ બુકિંગ
ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના કુલ ૭૮૮૪ શો થશે. સેકનિલ્કના અહેવાલ મુજબ, મંગળવાર સુધીમાં ફિલ્મની 95,165 ટિકિટ વેચાઈ ગઈ છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા 2.42 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
