
મોરબીમાં પૂર્વ MLAના પુત્રવધુ જુગાર રમતા ઝડપાયા
ત્રાજપર ગામે ૬ જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે, જુગાર રમતા ૪ મહિલા, ૨ પુરુષ સહિત ૬ સામે મોરબી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે મોરબીમાં પૂર્વ MLAના પુત્રવધુ જુગાર રમતા ઝડપાયા હોવાની વાત સામે આવી છે, પૂર્વ MLA પરસોત્તમ સાબરીયાના પુત્રવધુ જુગાર રમતા ઝડપાતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, મોરબીના ત્રાજપર ગામે ૬ જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે, જુગાર રમતા ૪ મહિલા, ૨ પુરુષ સહિત ૬ સામે મોરબી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે.
હળવદ ધાંગધ્રાના પૂર્વ MLA પરસોત્તમ સાબરીયાના પુત્રવધુ અને અન્ય લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા છે, પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે, ત્રાજપર ગામે જુગાર રમતા ઝડપાઈ ગયા છે. લતાબેન સંજયભાઈ પરસોતમભાઈ સાબરીયા સહિત ૪ મહિલા અને ૨ પુરુષ સહિત કુલ ૬ સામે કાર્યવાહી કરાઈ છે, પોલીસે ૧૧,૭૦૦નો મુદ્દામાલ સાથે કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, શ્રાવણિયો જુગાર રમતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.
મોરબી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા લોકો પર દરોડા પાડી રહી છે, પોલીસે ગઈકાલે પણ અલગ-અલગ જગ્યાઓ પર જુગાર રમતા લોકોને ઝડપી પાડયા હતા, ત્યારે આ જુગાર શ્રાવણિયો જુગાર છે, અને સાતમ-આઠમ નજીક આવતા લોકો જુગાર રમતા હોય છે, મોરબી બી ડિવિઝન પોલીસે તમામ જુગારીઓને ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે, નાના ફાર્મ હાઉસ તેમજ ઘરમાં લોકો જુગાર રમતા હોય છે તેવા લોકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. મોરબીમાં ઈન્દીરાનગર રોડ અને પંચસરા રોડ પર પણ પોલીસે જુગાર રમતા લોકોને ઝડપી પાડયા હતા.
