
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1 મેના રોજ મહારાષ્ટ્ર દિન નિમિત્તે જાહેર રજા હોવાથી પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજું સત્ર રાબેતા મુજબ ચાલું રહ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના અખાત્રીજના દિવસે એમસીએક્સ પર મોડી રાત્રે 11-30 વાગ્યે પૂરા થતાં સત્ર સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 24,00,727 સોદાઓમાં રૂ.583572.04 કરોડનું ઐતિહાસિક ઊંચું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કુલ 39,74,895 લોટ્સનાં કામકાજ થયાં હતાં. આ અગાઉ એક્સચેન્જ પર 13મી જાન્યુઆરી, 2025ના રોજ રૂ.5,03,335 કરોડનું ઉચ્ચતમ ટર્નઓવર નોંધાયું હતું, આ અખાત્રીજના દિવસે આ ટર્નઓવર સામે નવો રેકોર્ડ સ્થાપિત થયો હતો. આ રેકોર્ડ કામકાજમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.50398.08 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.533172.13 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
એમસીએક્સ પર 1લી મેના રોજ સાંજે 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.24929.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8480.1 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.16448.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21254 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.376.45 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4722.27 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.93444ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96300 અને નીચામાં રૂ.92120ના મથાળે અથડાઈ, રૂ.94702ના આગલા બંધ સામે રૂ.2575 ઘટી રૂ.92127ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.1882 ઘટી રૂ.74438ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.243 ઘટી રૂ.9333 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.2129 ઘટી રૂ.92436 થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.94105ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94105 અને નીચામાં રૂ.92522ના સ્તરને સ્પર્શી, રૂ.94949ના આગલા બંધ સામે રૂ.2427 ઘટી રૂ.92522ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.93322ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93322 અને નીચામાં રૂ.92761ના મથાળે અથડાઈ, રૂ.94664ના આગલા બંધ સામે રૂ.1903 ઘટી રૂ.92761ના ભાવે બોલાયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.2029 ઘટી રૂ.93903 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.2032 ઘટી રૂ.93922ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 447.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.4873ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4873 અને નીચામાં રૂ.4822ના સ્તરને સ્પર્શી, રૂ.4952ના આગલા બંધ સામે રૂ.115 ઘટી રૂ.4837ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.116 ઘટી રૂ.4839 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.8.7 વધી રૂ.289.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.8.5 વધી રૂ.289.5ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3888.72 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 833.54 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 165.85 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 281.36 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18584 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34923 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10786 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 147508 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 7154 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17706 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 32819 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 125991 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 24905 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13882 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21260 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21290 પોઇન્ટના સ્તર અને નીચામાં 21250 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 428 પોઇન્ટ ઘટી 21254 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.35.2 ઘટી રૂ.154.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.7 વધી રૂ.19.3ના ભાવે બોલાયો હતો.
સોનું મે રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.237.5 ઘટી રૂ.267ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1035 ઘટી રૂ.2861ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.23 ઘટી રૂ.9.31ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.4800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.45.6 વધી રૂ.203 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.65 ઘટી રૂ.20.9 થયો હતો.
સોનું મે રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.487 વધી રૂ.875.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1468.5 વધી રૂ.4440 થયો હતો. તાંબું મે રૂ.830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.9 ઘટી રૂ.20.69ના ભાવે બોલાયો હતો.
