
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, BCCI એ IPL 2025 ના આયોજનને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું છે. હવે આજથી આગામી એક અઠવાડિયા સુધી IPL સીઝન 18 ની કોઈ મેચ રમાશે નહીં. બોર્ડે કેન્દ્ર અને તમામ ફ્રેન્ચાઇઝી અને હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી આ નિર્ણય લીધો છે. આજથી IPL મેચો બંધ કરી દેવામાં આવી છે.
IPLના લીગ તબક્કામાં હજુ ૧૩ મેચ બાકી છે, જેમાં ગુરુવારે રદ થયેલી પંજાબ અને દિલ્હીની મેચનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી કોઈ પણ ટીમ IPL પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકી નથી. હવે બાકીની મેચો ક્યારે અને ક્યાં રમાશે તે નક્કી થયું નથી. બોર્ડની હાલની પ્રાથમિકતા બધા ખેલાડીઓની સુરક્ષા છે અને ટૂંક સમયમાં વિદેશી ખેલાડીઓને પણ સુરક્ષિત રીતે તેમના સંબંધિત દેશોમાં મોકલવા પડશે.
ધર્મશાલામાં મેચ બંધ થયા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ નર્વસ હતા. ઓસ્ટ્રેલિયન મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રિકી પોન્ટિંગ સહિત તમામ ખેલાડીઓ ઘરે પાછા ફરવા માંગે છે. જોકે, ધર્મશાલામાં એરપોર્ટ બંધ હોવાથી, બધા ખેલાડીઓને ટ્રેન દ્વારા દિલ્હી લાવવામાં આવશે. ફ્રેન્ચાઇઝી વિદેશી ખેલાડીઓને પણ પરિસ્થિતિ વિશે માહિતી આપી રહી છે. તેમને પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી.
🚨 News 🚨
The remainder of ongoing #TATAIPL 2025 suspended with immediate effect for one week.
— IndianPremierLeague (@IPL) May 9, 2025
The decision was taken by the IPL Governing Council after due consultation with all key stakeholders following the representations from most of the franchisees, who conveyed the concern and sentiments of their players, and also the views of the broadcaster, sponsors and fans ;…
— IndianPremierLeague (@IPL) May 9, 2025
At this critical juncture, the BCCI stands firmly with the nation. We express our solidarity with the Government of India, the Armed Forces and the people of our country. The Board salutes the bravery, courage, and selfless service of our armed forces, whose heroic efforts under…
— IndianPremierLeague (@IPL) May 9, 2025
IPL 2025 માં, 57 મેચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જ્યારે 8 મેના રોજ ધર્મશાલામાં રમાયેલી 58મી મેચ (PBKS vs DC) સુરક્ષા કારણોસર અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પાકિસ્તાને જમ્મુ સહિત ઘણી જગ્યાએ નિષ્ફળ ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સેનાએ તોડી પાડ્યા. પરંતુ સાવચેતીના પગલા રૂપે, ધર્મશાળામાં રમાઈ રહેલી મેચ બંધ કરી દેવામાં આવી હતી અને ખેલાડીઓને હોટેલ પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
IPL 2025માં કઈ ટીમોની હજુ મેચ બાકી છે?
59: LSG vs RCB
60: SRH vs KKR
61: PBKS vs MI
62: DC vs GT
63: CSK vs RR
64: RCB vs SRH
65: GT vs LSG
66: MI vs DC
67: RR vs PBKS
68: RCB vs KKR
69: GT vs CSK
70: LSG vs SRH
