
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે સાંજે 4-30 વાગ્યા સુધીમાં રૂ.73186.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.17366.29 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.55818.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 23152 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1268.49 કરોડનું થયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે 16 જૂનને સોમવારના રોજ મોડી રાત્રે 11-30 વાગ્યા સુધીમાં પૂરા થતાં સત્ર સુધીમાં એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.6,60,550.50 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં પણ નવા રેકોર્ડ નોંધાયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.5.20 લાખ કરોડનું ઉચ્ચત્તમ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જેમાં ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.5,12,515 કરોડ અને ક્રૂડ તેલ-મિનીના ઓપ્શન્સમાં રૂ.7,513 કરોડનાં કામકાજનો સમાવેશ થાય છે.
17 જૂનને મંગળવારે સાંજે 4-30 વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14692.97 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.98902ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99601 અને નીચામાં રૂ.98810ના સ્તરને સ્પર્શી, રૂ.99178ના આગલા બંધ સામે રૂ.398 વધી રૂ.99576 થયો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.229 વધી રૂ.79631ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.9977ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.376 વધી રૂ.98970 થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.98620ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99200 અને નીચામાં રૂ.98501ના સ્તરને સ્પર્શી, રૂ.98832ના આગલા બંધ સામે રૂ.348 વધી રૂ.99180ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.106436ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109011ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.106005ના મથાળે અથડાઈ, રૂ.106564ના આગલા બંધ સામે રૂ.2247 વધી રૂ.108811 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.2211 વધી રૂ.108446ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.2154 વધી રૂ.108406 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2804.05 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.6080ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6193 અને નીચામાં રૂ.6014ના સ્તરને સ્પર્શી, રૂ.6048ના આગલા બંધ સામે રૂ.137 વધી રૂ.6185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.140 વધી રૂ.6185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.7.3 વધી રૂ.327.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.7.5 વધી રૂ.327.7ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.919.3ના ભાવે ખૂલી, રૂ.1.6 વધી રૂ.922.6ના ભાવે બોલાયો હતો.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16691 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 48067 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12977 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 152933 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 20107 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 24957 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 49975 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 185070 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 17303 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21141 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22890 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23165 પોઇન્ટના સ્તર અને નીચામાં 22890 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 172 પોઇન્ટ વધી 23152 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.66.6 વધી રૂ.383.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.85 વધી રૂ.10.25ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.81.5 વધી રૂ.1153 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.510 વધી રૂ.1175ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 2 પૈસા વધી રૂ.8.2ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા ઘટી રૂ.1.56 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.6200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.68.9 વધી રૂ.385.35ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.1 વધી રૂ.15.35 થયો હતો. સોનું-મિની જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.62 વધી રૂ.734ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ.107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.975 વધી રૂ.1827ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.46.7 ઘટી રૂ.299.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.95 ઘટી રૂ.8.2 થયો હતો.
સોનું જૂન રૂ.99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.144.5 ઘટી રૂ.1184ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.785 ઘટી રૂ.690.5 થયો હતો. તાંબું જૂન રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.16 ઘટી રૂ.4.11 થયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 61 પૈસા ઘટી રૂ.1.32 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.6200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.59.8 ઘટી રૂ.411.9ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3 ઘટી રૂ.8.25ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.123 ઘટી રૂ.761ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.713.5 ઘટી રૂ.340 થયો હતો.
